આજકાલ શાળામાં ભણતી બાળાઓને ફોસલાવી પટાવી તેઓનું શારિરીક શોષણ કરવામાં આવી રહયા ના કિસ્સા વધ્યા છે અને તેમાં મોટાભાગે સ્કૂલના પટાવાળા,કેટલાક શિક્ષક અને સ્કુલવાન વાળા બાળાઓ ઉપર ખરાબ નજર રાખતા હોવાનું અગાઉ કેટલાય કિસ્સામાં સાબિત થયું છે આવી જ એક ઘટના વડોદરામાં પ્રકાશમાં આવી છે.
વડોદરાના જરોદની એમ.પી. હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સાડા તેર વર્ષની કિશોરી ઉપર શાળાના 42 વર્ષના પટાવાળાએ નજર બગાડી હતી શાળામાં પટાવાળા તરીકે નોકરી કરતો 42 વર્ષનો ઇસમ તેની પુત્રીની ઉંમરની કિશોરી પાછળ પડ્યો હતો અને શારીરિક સુખ આપવાની માંગણી કરી બદલામાં પૈસાની ઓફર કરતા હેબતાઈ ગયેલી બાળાએ પોતાના ઘરે પરિવારજનોને વાત કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે પટાવાળાની ધરપકડ કરી પાંજરે પૂર્યો હતો.
વિગતો મુજબ વડોદરાના જરોદ નગરમાં રહેતી અને એમ. પી. હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સાડા તેર વર્ષની વિદ્યાર્થીની શનિવારે બજારમાં શાકભાજી લેવા માટે નીકળી હતી ત્યારે તેની જ શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતો ગણપત ભાલીયાએ તેનો પીછો કરી રોકી હતી અને શરીરસુખની માંગણી કરી બદલામાં પાંચ હજારથી લઇ પચાસ હજાર સુધી આપવા લાલચ આપી હતી.
પટાવાળાની આ હરકતથી ફફડી ઉઠેલી વિદ્યાર્થિની ઘરે પહોંચી હતી અને પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ આ અંગે તાત્કાલિક જરોદ પોલીસ મથકને જાણ કરતા પોલીસે ગણપત ભીખાભાઇ ભાલીયા (ઉંમર વર્ષ 42)ની ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે ભુતકાળમાં પણ ગણપતે અવારનવાર વિદ્યાર્થીનીને હેરાન કરવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે.