વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ડર જોવા મળતો નથી.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસાના પેટા પરા ખંડેરાવપૂરામાં રમણભાઈ જાદવના બંધ ઘરને નિશાન બનાવી પાછળની લોખંડની જાળી મારફતે તસ્કરોએ ઘરમાં પ્રવેશી નીચેના માળે આવેલા રૂમમાં લાકડાના કબાટમાંથી એક સોનાનો હાર, 8 વીંટીઓ, સોનાની ચેન, ઝુમ્મર, ચાંદીના ત્રણ જોડ છડા તેમજ લોખંડની તિજોરીમાંથી રોકડા ~ 30000 મળી કુલ રૂ.5 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જ્યારે રમેશભાઇ જાદવના બંધ ઘરમાંથી સોનાની વિંટી, ચેન તેમજ રોકડા ~ 60 હજાર મળી કુલ રૂ.1.12 લાખની મતાની ચોરી કરવા સહિત રાયસિંહ જાદવના ઘરમાંથી એક સોનાની ચેન તથા સોનાની 5 વીંટીઓ તથા રોકડા ~ 7000 મળી કુલ રૂ.1.35 લાખની મતાની ચોરી જ્યારે હિતેશભાઇ જાદવના ઘર પાસે પાર્ક કરેલ તેમની હીરો બાઇક, સોના/ચાંદીના દાગીના તથા રોકડા મળી કુલ રૂ.7.67 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા
તસ્કરોએ મંદિરની દાનપેટીમાંથી પણ ચોરી કરી હતી. આમ,ચોરીના આ બનાવને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે અને પોલીસ પેટ્રોલીંગ ઉપર સવાલો ઉઠ્યા છે.