વડોદરામાં ભારે ગાજેલા સિદ્ધિવિનાયક ડેવલપર અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદોનો દૌર શરૂ થયો છે.
ભાજપમાં આગેવાન હોય તેણે ભારે ખેલ કર્યા હોવાનું કહેવાય છે જોકે,લોકોમાં આક્રોશ વધતા ભાજપે તેના પદ ઉપરથી કાઢી મુક્યા છે.
દરમિયાન બિલ્ડરની છેતરપીંડીનો ભોગ બનેલાઓએ પોલીસનું શરણું લીધું છે અને ફરિયાદ નોંધાવવાનું ચાલુ છે. જોકે,બિલ્ડર પોલીસના હાથમાં આવતો નથી તે વાત સામે પણ સવાલો ઉઠ્યા છે.
આ પૈકીના રિદ્ધિ મકવાણાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સિદ્ધિ વિનાયકના અપૂર્વ પટેલે મેપલ એવન્યું, મેપલ ગ્રીન્સ, મેપલ મીડોઝ, મેપલ વિલા, મેપલ વિસ્ટા, મેપલ મુદ્રા, મેપલ સિગ્નેચર, મેપલ સિગ્નેચર 1, શ્રીમ શાલિની જેવા 9 કોમર્શિયલ-રેસીડેન્સીયલ પ્રોજેક્ટ મૂક્યા હતા જેની એ સમયે કિંમત 150 કરોડ હતી જે હાલ 200 કરોડ છે.
એ પૈકી 70 ટકા લોકોને એક વાર વેચાયેલી મિલકતો ઉપર બિલ્ડરે અગાઉ લોન લોન લઈ લીધી હોઇ અથવા બીજાને પણ વેચેલી હોય એવી મિલકતો હોવાનુ બહાર આવ્યું હોવાથી આને નવા પ્રકારનું પ્રોક્સી કૌભાંડ હોવાનુ જણાવ્યું છે. એક વાર લોન લીધા બાદ એ મિલકત બજારભાવ કરતા સસ્તામાં વેચતો હોવાથી લાલચમાં આવી ખરીદદારો સાથે મોટા પાયે છેતરપીંડી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ કૌભાંડમાં સામાન્યથી મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો છેતરાયા છે.
ભારે વિવાદ ઉભો થયા બાદ વડોદરાના બિલ્ડર અપૂર્વ પટેલને પાદરા નગર ઉપપ્રમુખ પદેથી ભાજપે દૂર કર્યો હતો.