છેલ્લા ઘણાજ સમયથી કોમવાદનું વાતાવરણ સર્જાયું છે અને નુપુર શર્માના નિવેદન બાદ ઉદેપુરમાં બનેલી ઘટના બાદ ગળું કાપી નાખવાની ધમકીઓ શરૂ થઈ છે ત્યારે
ઉદેપુરની ઘટનાની પોસ્ટ પર કોમેન્ટ કરનાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ડબકાના રહીશ નિલેશ જાદવને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બનાવના સંબંધમાં વડુ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઉદેપુરમાં દરજીના સમર્થનમાં હત્યારાઓ વિરુદ્ધ નિલેશ જાદવે શૉશ્યલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા તેના જવાબમાં અબ્દુલ સુબુર ચૌધરી નામના ઇસમે ઉદેપુર જિલ્લામાં એક ટેલરની જેવી રીતે હત્યા કરી નાખી છે તેવી રીતે નિલેશ જાદવને પણ મારી નાખવાની ધમકી આપી અપશબ્દો કોમેન્ટમાં લખતા ભાજપના તાલુકા ઉપપ્રમુખ નિલેશ જાદવની ફરિયાદના આધારે વડુ પોલીસે ઇપીકો 507, 294 (બી) મુજબ ગુનો નોંધી તપાસ કરી છે.
