વડોદરા શહેરમાં આવેલ વારસિયા વિસ્તારમાં વારસિયા પોલીસ સ્ટેશન પાસે મસ મોટો ભુવો પડ્યો હતો આજ રોજ સામાજીક કાર્યકર પરમાર કમલેશ દ્વારા ફરીથી આ જ વિસ્તારમાં ભુવા માં બેસીને પાલિકા તંત્રનો વિરોધ કર્યો હતો સાથે કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમય પહેલા જ વારસિયા વિસ્તારમાં ભુવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જો આ ભુવાને પણ તાત્કાલિક ધોરણે રીનોવેશન રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો ફરીથી રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે સાથે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર ચેરમેન શ્રી ને વિનંતી કરવામાં આવી હતી કે આ રોડ પર ટૂંક સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો પરંતુ વારંવાર ભુવા પડવાના કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે જો કોઈ ભુવા માં પડવાથી મૃત્યુ પામશે તો તેની જવાબદારી કોની એટલે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
