વડોદરા નજીક આવેલા સરાર ગામે યુવાનને મગર ખેંચી ખેંચી જતા ભારે ચકચાર ફેલાઈ છે.
દિલીપ પરમાર નામનો 28 વર્ષીય યુવાન સરાર ગામની રંગાઈની ખાડી નજીકથી યુવાનને પાણીના વહેણમાં ખેચીને લઈ ગયો. ગામ લોકોને ખબર પડતાં જ વડોદરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. વડોદરા ફાયર વિભાગની ટીમોએ યુવાનની શોધખોળ હાથ ધરી હતી પણ હજુ પત્તો લાગ્યો નથી.
વડોદરા નજીક આવેલા સરાર ગામમાં રહેતો દિલીપ જગદીશભાઈ પરમાર બપોરે ખેતી કામ માટે ખેતરમાં ગયો હતો. ત્યાંથી ઘરે પરત કરતી વખતે ગામ નજીક આવેલા નાળામાં નાહવા માટે પડ્યો હતો.
આ દરમિયાન તેને મગર ખેંચી ગયો હતો, જેથી આસપાસના લોકો દોડી ગયા હતા અને તુરંત વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
વડોદરા ફાયરબ્રિગેડને કોલ મળતા જ ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ શરૂ કરી હતી. નાળામાં ઘાસ અને બાવળિયા ખૂબ જ હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
સતત બે કલાક સુધી યુવાનની શોધખોળ બાદ પતો નહિ લાગતા રાત્રે અંધારું થતાં રેસ્ક્યૂ ઓપરેશન રોકવામાં આવ્યું હતું. હવે આજે યુવાનની શોધખોળ શરૂ કરી હતી.