વડોદરાના મધ્યમાં આવેલ સુર સાગર તળાવનું રૂ.38 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હોવા છતાં પણ તળાવમાં ઓક્સિજનના અભાવે અનેકવાર જળચરોનાં મોત થયા હોવાની વિગતો સામે આવી છે. સુરસાગરમાં મોટા પ્રમાણમાં માછલીઓના મોત થઈ ગયા છે.
આ મૃત માછલીઓને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ પ્રસરતા લોકો પરેશાન થયા હતા.
જોકે,આવું પહેલીવાર બન્યું નથી
અગાઉ પણ અનેકવાર સુરસાગરમાં કાચબા અને માછલીઓના મોત થવાની ઘટનાઓ બની છે, જેમાં એરેસન સિસ્ટમ બંધ જણાઈ હતી. સોમવારે ઓક્સિજનના અભાવે માછલીઓનાં મોત થતા તંત્રની લાલિયાવાડી સામે આવી છે.
