વડોદરામાં 27 જૂન વિશ્વ એમએસએમઈ દિવસ તરીકે વીસીસીઆઇ દ્વારા ઉજવણી થઈ હતી આ પ્રસંગે ઔદ્યોગિક સંગઠનોએ એકતા બતાવી હતી અને 12 હજાર ઉદ્યોગોકરો એ એક અવાજે વડાપ્રધાનને વચન આપ્યુ હતુ કે અગ્નિવીરોને માન-સન્માન સાથે પોતાના ઉધોગોમાં નોકરી પર રાખશે. આ અંગેનો કમિટમેન્ટ લેટર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને સુપરત કરાયો હતો.
વડોદરા ખાતે ઊજાયેલા વિશ્વ એમએસએમઈ દિવસ નિમિત્તે પ્રથમ વખત વડોદરા અને આસપાસના 14 ઔદ્યોગિક સંગઠનોએ નક્કી કર્યું હતું કે દેશના ગૌરવને વધારવા 3 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે.
આ પ્રસંગે સીઆર પાટીલે વડોદરા એમએસએમઈની કામગીરીને બિરદાવી હતી. આ સાથે જ પાટીલના હસ્તે મેક ઇન ઇન્ડિયાથી પ્રભાવિત થઇ દેશમાં પ્રથમ વખત વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરાયેલા વેબ પોર્ટલ મેક ઇન ગુજરાતનું લોન્ચિંગ કરાયું હતું.
સીઆર પાટીલે જણાવ્યું કે, અગ્નિવીર અંગે ગેરસમજથી વિરોધ થયો હતો. ક્ષેત્રીય પક્ષો પરિવારનું વિકાસલક્ષી કામ કરે છે, જે દેશની અખંડતા માટે જોખમરૂપ છે. જોકે શિવસેના, એનસીપી, સમાજવાદી પાર્ટી ઘસાઈ રહી છે. ઉદ્યોગ જગત કોરોનામાં ઘણું શીખ્યું છે. ઉદ્યોગ જગત બેંકમાંથી પણ રિટર્ન મેળવી શકે છે, પણ 2 લાખ લોકોની રોજગારીની જવાબદારી હોવાથી ઉદ્યોગ ચલાવી રહ્યા છે.
ત્યારે આગામી સમયમાં વધુ સારું ભવિષ્ય રહેલું છે.