વડોદરાની ગોત્રી સ્થિત ‘શૈશવ’ સ્કૂલમાં બાળકો ઉપર અત્યાચાર થઈ રહયાની ફરિયાદો ઉઠી છે અને સ્કૂલનું મેનેજમેન્ટ બોગસ હોવાની બૂમ ઉઠવા પામી છે ત્યારે પગલાં ભરવાની જવાબદારી કોની ?વાલીઓ માં ટેંશન છવાયું
ઉંચી ફી ભર્યા બાદ પણ સારા શિક્ષણની કોઈ ગેરંટી નથી અને બાળકોને શિક્ષણને બદલે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો વડોદરાની ગોત્રી-સેવાસી રોડ સ્થિત શૈશવ સ્કૂલ ઉપર લાગતા ભારે હંગામો મચી ગયો છે.
આ શાળાની નર્સરીમાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ, ભોજન બાબતે વાલીઓએ હોબાળો મચાવતા હવે શાળાની પોલ ખુલ્લી પડી છે, શાળાનું મેનેજમેન્ટે નક્કર જવાબ નથી આપી રહયા નું પણ સામે આવ્યું છે.
શિક્ષકો માસૂમ બાળકો ઉપર નખોરિયાં ભરી અત્યાચાર કરી રહયાની વાત સામે આવી છે અને બીમાર પડે કે ઊલટી કરે તો વાલીઓને જાણ કરાતી ન હોવાના વાલીઓએ આક્ષેપો કર્યા હતા.
વાલીઓએ શાળામાં બાળકો સાથે થતા શારીરિક-માનસિક અત્યાચાર ઉપરાંત શાળામાં ચાલતી અવ્યવસ્થા અને અસહકાર અંગે અરજી પોલીસમાં આપવામાં આવતા શાળાના શિક્ષણ સામે સવાલો ઉઠ્યા છે. શનિવારે મીડિયા સાથે વાત કરતાં કરતાં કેટલાક વાલીઓ લાગણીશીલ બની ગયા હતા. શાળાના વાલીઓના પ્રતિનિધિ તરીકે અરજી આપનાર વાલી રાજેશ મૂળચંદાનીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, અત્યાચારના કારણે કેટલાક બાળકો રાત્રે ઊંઘમાંથી અચાનક ઝબકીને જાગી જાય છે અને રડતાં રડતાં કહે છે કે, મારે સ્કૂલે ભણવા જવું નથી.
શાળાના શિક્ષકો ભૂલકાઓને માર મારે છે. એટલું નહીં તેમને ગાલ અને શરીરના અન્ય ભારે નખોરિયાં ભરવામાં આવે છે. આ વિશે વાલીઓએ મીડિયાને તેના ફોટાગ્રાફ પર આપ્યા હતા. વાલીઓએ અરજીમાં જણાવ્યું છે કે, સ્કૂલ દ્વારા મીટિંગ માટે સમય અપાય છે છતાં સ્કૂલના સત્તાધીશો મળતા નથી.
વાલીઓના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરે 12.30 વાગ્યે આચાર્યે મીટિંગનો સમય આપ્યા બાદ 3.30 સુધી મળ્યા નહીં. છેવટે વાલીઓએ શાળાની જોહુકમી સામે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે પણ સત્તાધીશોને સમજાવ્યા છતાં મચક ન આપતા વાલીઓ રજૂઆત કરવા ડીઇઓ કચેરી પહોંચ્યા હતા. શાળામાં નર્સરી વિભાગમાં 70 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. શનિવારે વાલીઓએ સોમવારે કલેક્ટર અને ડીઇઓને તેમજ આગામી સમયમાં ગાંધીનગર જઇને પણ રજૂઆત કરવાના મુદ્દે બેઠક યોજી હતી.
વાલીઓએ જણાવ્યું કે, શિક્ષકો બાળકોને નખોરિયાં મારે છે. અમે આ ક્લાસોના સીસીટીવી માગીએ છીએ, પણ શિક્ષકોને છાવરવા ફૂટેજ બતાવવામાં આવતા નહિ હોવાના અક્ષેપો લાગ્યા છે.
ત્યારે ગોત્રીમાં આવા પ્રકારની ઘટના પ્રકાશમાં આવતા ભારે હોબાળો મચી ગયો છે.