વડોદરાની બજારોમાં દારૂની હેરાફેરી ચાલતી હોવાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ લઈને બુટલેગર ફરી રહયા છે અને જો બાતમી હોયતો અથવા ચેકીંગ હોયતોજ દારૂ લઈ જતા પકડાય નહીતો પોલીસની બાજુમાંથી દારૂ લઈને નીકળી જાય પણ પોલીસને ખબર પણ ન પડે તેવી ચોંકાવનારી હકીકતનો ખુલાસો થયો છે.
ફતેગંજ વિસ્તારમાં ડીસીપી ક્રાઈમની ગાડી અકોટામાં તરફ જઈ રહી હતી ત્યારે ઇકો ગાડીને અથડાઇ પડતા પોલીસની ગાડી સાથે અકસ્માત કરનારને પોલીસે ઉભો રાખીને તપાસ કરતા ઇકોમાંથી દેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો.
પોલીસે ઇકોના માલિકની ધરપકડ કરી દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વુમન એલઆરડી તોરલબેન ભુપતભાઈ શી ટીમનાં ઇન્ચાર્જ તરીકે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ડીસીપીના ગન મેનને ફોર્ચ્યુન ગેટ પાસે મળવાનો સંદેશો મળતાં ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની ગાડીમાં શી ટીમના સભ્યો જઇ રહ્યાં હતા તે દરમિયાન ફતેગંજમાં ઇકો ગાડીના ચાલકે પોલીસની ગાડી સાથે અથડાવી દેતા અકસ્માત કર્યો હતો. જેથી પોલીસ વાહનમાં બેઠેલા જવાનોએ ઇકો ચેક કરતાં તેમાંથી 3 લિટર દેશી દારૂ મળ્યો હતો.
ફતેગંજ પોલીસે ગુનો નોંધી ઈકો ચાલક જયેશ પપ્પુભાઈ પરમાર (રહે.બજરંગબલી સોસાયટી, છાણી)ની ધરપકડ કરી હતી.