વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીને NAAC કમિટી દ્વારા A પ્લસ ગ્રેડ મળતા યુનિ કેમ્પસમાં આનંદની લાગણી ફેલાઇ છે.
જોકે,પાછળના વર્ષો ઉપર નજર નાખવામાં આવે તો વર્ષ 2010માં યુનિવર્સિટીને B ગ્રેડ જ્યારે 2016માં A ગ્રેડ મળ્યો હતો.
મહત્વનું છે કે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં NAACની કમિટી દ્વારા ઇન્સ્પેક્શન થયુ હતું અને જે બાદ યુનિવર્સિટીને A પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે.
MSU ગુજરાતની પ્રથમ મલ્ટી એજ્યુકેશનલ રિસર્ચ યુનિવર્સિટી છે જેને A પ્લસ ગ્રેડ મળ્યો છે.
NAACની ટીમે દરેક ફેકલ્ટી અને લેબમાં જઇને માઇક્રોલેવલ પર નિરિક્ષણ કર્યું હતું.
NAACના મતે એમ.એસ.યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલમાં દેશમાં રોલ મોડલ બની શકે છે.
યુનિવર્સિટીને નેકની કમિટીએ 3.43 CGPA આપ્યો છે. A++ ગ્રેડ માટે 3.5 CGPA જોઇએ. એટલે કે માત્ર 0.7 પોઇન્ટથી A++ ગ્રેડ મળ્યો છે, યુનિવર્સિટીમાં હજુ વધુ 5 હજાર વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા મળે તેવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.