વડોદરા ખાતે આગામી 6, 7, અને 8 એમ ત્રણ દિવસ માટે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે જે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
વિશ્વનું સૌથી મોટું વિજેન્ટ કાર એક્ઝિબીશન વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાનાર છે.
આગામી તા.6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન વડોદરાના શાહી પેલેસ લક્ષ્મી વિલાસ ખાતે 21 ગન સેલ્યુટ કોંકોર્સ ડી એલીગન્સ 2023નું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં સેલ્યુટ વિશ્વની કેટલીક શ્રેષ્ઠ અને સૌથી અવિશ્વાસનીય દુર્લભ વિન્ટેજ કાર નું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં 1948 બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કુપ, 1931 લેન્સિયા એસ્ટુરા પીનીનફેરિયા,1930 કેડિલેક વી -16,1938 આર્મસ્ટ્રોંગ, 1938 આર્મસ્ટ્રોંગ સિડેલી,1928 ગાર્ડનર રોડ સ્ટાર, 1911 નેપિયર જેવી કાર ભાગ લેશે જેમાં વેટનર અને એડવરડિયન ક્લાસની દુર્લભ કાર જેમાં કોન્કોર્સમાં ભાગ લેતી સૌથી જૂની કાર 1902ની છે.
યુદ્ધ પહેલાંની અમેરિકન, યુદ્ધ પહેલાંની યુરોપિયન, યુદ્ધ બાદની અમેરિકન, યુદ્ધ યુરોપિયન રોલ્સ રોયલ કારનો પણ સમાવેશ કરાયો છે.
બરોડાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને બરોડાના મહારાણી મહારાણી રાધિકારાજે ગાયકવાડ આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય આશ્રયદાતા અને સહ યજમાન છે.
વડોદરાના શાહી લક્ષ્મી વિલાસ પેલેસમાં વિતેલા વર્ષોની ભવ્યતાનું પ્રદર્શન કરવામાં આવશે, જે ભારતના સમૃદ્ધ લાંબા સમયથી જીવિત ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત કરશે.