વડોદરા શહેર તેમજ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વડોદરાની વાત કરવામાં આવેતો સાંજે 4 વાગ્યે આજવા ડેમની સપાટી વધીને 211.50 ફૂટ પર પહોંચી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 14.50 ફૂટ થઈ જતા વિશ્વામિત્રીના હેઠવાસના ગામોના સરપંચો અને અગ્રણીઓને સાવચેત કરવામાં આવ્યા હતા.
જરોદ અને આજવા પોલીસ મથકોને પણ જાણ કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
ભારે વરસાદને પગલે ઠેર-ઠેર માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. મોડી રાત્રે ધોધમાર શરૂ થયેલા વરસાદને પગલે ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો એલર્ટ થઇ ગઇ હતી અને જે વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની અને વીજળી ગુલ થઇ ગઇ હતી.
બીજી તરફ હવે જો વધુ વરસાદ પડે તો શહેરમાં પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સ્ટેન્ડબાય બન્યું છે.