એક તરફ આજથી વડોદરા શહેર-જિલ્લામાં છૂટછાટ નો તબક્કો શરૂ થયો છે કોરોના ની સ્થિતિ માં પણ લોકો હવે મંદિર,મોલ,હોટલ ખુલતા થોડી હળવાશ અનુભવી રહયા છે ત્યાંજ હવે વડોદરા માં આતંકી હુમલાની ધમકી મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.ગુજરાત ના વડોદરા માં આતંકીઓ ટાર્ગેટ કરે તેવું IB દ્વારા અલર્ટ આપાયું છે. અલર્ટના પગલે શહેર અને જિલ્લાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આતંકવાદી હુમલા ને દયાને લઈ વડોદરા ના એરપોર્ટ, રેલવે સ્ટેશન, ST ડેપો, ધાર્મિક સ્થળોએ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશન જાહેર સાહસો, નિમેટા પ્લાન્ટ, કમાટીબાગની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકો ને પણ સાવધ રહેવા સૂચના અપાઈ છે.
