ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ હવે વોટ માંગવા દરેક વિસ્તારમાં જશે પણ વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારના લોકો એટલા બધા નારાજ છે કે જાહેરમાં કહ્યુ કે જો નેતાઓ આ વિસ્તારમાં આવ્યા તો માર ખાશે.
વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના નામે કરોડો ખર્ચાઈ ગયા પણ હજુસુધી શહેરના સોમા તળાવના ઘાઘરેટિયા વિસ્તારમાં વિકાસ થયો નથી અહીં લોકોને વાયદા કરવામાં આવ્યા છે અને છેલ્લા 25 વર્ષથી વિકાસની લોકો રાહ જોઈ રહયા છે.
હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઘાઘરેટિયાના રહીશોએ વિરોધ પ્રદર્શન કરી વોટ માગવા આવનાર નેતાઓને મેથીપાક ચખાડવાની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા તંત્રે કરોડોનો ધુમાડો કર્યો છે, પણ 25 વર્ષ બાદ પણ સોમા તળાવનો ઘાઘરેટિયા વિસ્તાર વિકાસ વિહોણો રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીની એકાદ મહિનામાં જાહેરાત થશે, તે પૂર્વે ઘાઘરેટિયાના રહીશોએ વિરોધ પ્રદર્શન કરી વોટ માગવા આવનાર નેતાઓને મેથીપાક ચખાડવાની ચીમકી ઉચ્ચારી છે.
વિગતો મુજબ વડોદરા શહેરમાં વોર્ડ 16ના સોમા તળાવના ઘાઘરેટિયા પાસે કૃષ્ણનગરમાં 10 હજારથી વધુ લોકો રહે છે અને 1800 જેટલા રહેણાંક મકાનો હોવાછતાં આ વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ, પાણી અને ખુલ્લી વરસાદી ગટરની સમસ્યા હોવાછતાં કોઈ નિકાલ આવ્યો નથી.
લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં વિકાસ થશે તેમ માનીને લોકોએ વોટ આપ્યા, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી જેથી હવે લોકોએ ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
ગતરોજ રવિવારે સ્થાનિકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. નારાજ મહિલાઓ અને લોકોએ જણાવ્યું કે, નેતા ઠાલાં વચનો આપે છે, પરંતુ રોડ, ડ્રેનેજ અને વરસાદી ગટર પર સ્લેબ બનાવાયો નથી. જો નેતાઓ વોટ માગવા આવશે તો તેમને મેથીપાક આપીશું.
આ સિવાય આજવા રોડના પંચાલ નગરમાં 4 મહિનાથી ગંદું પાણી આવે છે, તેવી ફરિયાદ સાથે 56 મકાનના રહીશો રવિવારે એકત્ર થયા હતા. તેઓએ ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ વોટિંગ ન કરવાનો નિર્ણય કર્યો છે. વેરો ભરવા છતાં પાણી ન મળતાં ચૂંટણીનો બહિષ્કાર કરવાના હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતુ.