વડોદરાના વાડી વિસ્તારમાં મહાદેવ તળાવની મધ્યમાં 150 ફૂટ ઉંચાઇ પર વિશાળ શ્રી હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત થઈ છે, જે 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાશે આ સ્થળને ‘હનુમાનગઢ’ નામ આપવામાં આવ્યું છે. હનુમાનજીની પ્રતિમા ઉપરાંત ગર્ભગૃહમાં પંચમુખી હનુમાન, કાલીકા માતા, ચિત્રગુપ્ત મહારાજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
આ ઉપરાંત રામ-સીતા અને લક્ષ્મણની પણ મૂર્તિ મૂકવામાં આવશે.
આ સ્થળે 5 બાય 4 સાઇઝનો ઘંટ મૂકવામાં આવ્યો છે.
આ ઘંટનો અવાજ 3થી 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાશે.
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવની મધ્યમાં 150 ફૂટ ઉંચાઇ ઉપર 31 ફૂટ ઊંચી 16 ટન વજનની સ્ટીલમાંથી બનાવવામાં આવેલી શ્રી હનુમાનજીની પ્રતિમાનું
આ વર્ષાન્તે લોકાર્પણ કરવાનું આયોજન છે ત્યારબાદ ભક્તો દર્શન કરી શકશે.
લોકાર્પણ કાર્યક્રમ પણ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવશે
વડોદરાના વાડી વિસ્તારમાં મહાદેવ તળાવમાં 150 ફૂટ ઉંચાઇ ઉપર જઇને હનુમાનજીના દર્શન થઈ શકે તે માટે બે લિફ્ટ મૂકવામાં આવી છે.
25-25 માણસોની કેપિસિટી ધરાવતી આ લિફ્ટનું કામ પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત હુનુમાનજીના મુખ્ય પેસેજમાં જવા માટે ભવ્ય ગેટથી જંપીગ પુલ બનાવવામાં આવશે. આ જંપીગ પૂલ ઉપર ઇન-આઉટ માટે વચ્ચે ડિવાઇડર મૂકવામાં આવશે. જંપીગ પુલ ઉપરથી પુલ નીચેના તળાવનો પણ નજારો માણી શકાશે. તળાવમાં બોટીંગ માટે પણ આયોજન છે.
અહીં ખાસ મહત્વની વાતતો એ છે કે વડોદરામાં બહારથી આવનાર લોકો હનુમાનગઢમાં હનુમાનજીની આ પ્રતિમાના દર્શન સાથે ઐતિહાસીક સુપ્રસિધ્ધ પ્રતાપ રૂદ્ર હનુમાનજી, ભારત માતા મંદિર તેમજ મહૈરાળેશ્વરના ગણપતિના પણ દર્શનનો લ્હાવો મળશે.
આવનાર દિવસોમાં શ્રી હનુમાનજીની આ પ્રતિમા પણ વડોદરાના સૂરસાગર સ્થિત સુવર્ણ જડીત શિવજીની પ્રતિમાની જેમ લોકોમાં આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બનશે ત્યારે દર્શન કરવાનો લ્હાવો લેવાનું ચૂકતા નહિ.