વડોદરા શહેરમાં ઉત્તરાયણ અગાઉજ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો વધ્યા છે,19 ઘાયલ પક્ષીઓની સારવાર શરૂ કરવામાં આવી છે,રાજ્યમાં કરુણા અભિયાન અંતર્ગત વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રથમ દિવસેજ 19 ઘાયલ પક્ષીઓ મળી આવતા આવા પક્ષીઓનું રેસ્કયુ કરી સારવાર શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં મકરપુરા, માંડવી ગેટ,સયાજી બાગ, બાળભવન ફોરેસ્ટ કચેરી, કલાદર્શન ચાર રસ્તા અને હરિનગર ચાર રસ્તા ગોત્રી સહિત પાંચ ફરતા પશુ દવાખાના અને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટનરી ડોક્ટર ડો. ચિરાગ પરમાર ડો. મેઘા પટેલ , ડો.બીજલ ત્રિવેદી ડો.પાર્થ ગજ્જર , ડો. સતીશ પાટીદાર, ડો.પુષ્પેન્દ્ર પુવાર, ડો. પ્રજ્ઞા પ્રકાશ મિશ્રા, ડો. રવિ પટેલ અને તેમની ટીમ ભેગા મળીને કરુણા અભિયાનના પહેલા જ દિવસે 19 ઘાયલ પક્ષીઓનું રેસ્કયુ કરી સારવાર કરી તેમના જીવ બચાવ્યો હતો.
કરુણા અભિયાન-2023 અંતર્ગત વડોદરામાં કુલ 7 એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન તરફથી ખાસ અપીલ કરવામાં આવી છે કે પતંગ ચડાવા માટે સવારે 10 વાગ્યા પછીનો અને સાંજે 6 વાગ્યાં પછી પતંગ ના ચગાવે તો સારુ કારણ કે આજ સમય હોય છે જયારે પક્ષીઓની પોતાના માળામાંથી જવા અને આવવાનો સમય હોય છે.આટલી સાવચેતી રાખવામાં આવેતો ઘણા પક્ષીઓ બચી જઇ શકે છે.