વડોદરામાં ઉત્તરાયણ પર્વ ઉપર ચાઈનીઝ દોરી-તુકકલ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે,વડોદરા શહેરમાં પતંગની કાતિલ દોરી લોકોના જીવનું જોખમ બની રહી છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા જાહેરનામું બહાર પાડી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
સાથેજ જાહેર રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા ,લાઉડ સ્પિકર વગાડવા, વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર પ્રતિબંધ ફરમાવી જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થશે તો પણ ગુનો નોંધાશે.