વડોદરામાં એક ભૂખ્યું થયેલું શ્વાન ખોરાકની શોધમાં સયાજી હોસ્પિટલમાં આવી જાય છે અને દર્દીઓને આપવામાં આવતા ભોજનની રોટલી મોઢામાં લઈને ભાગી જાય છે તેના મોઢામાં રહેલી રોટલી કોઈ પડાવી ના લે તે ડરે આમતેમ નજર ફેરવતા આ શ્વાનને ભગાડવા કોઈ અવાજ કરે છે પણ ભૂખથી પીડાતા શ્વાનને કોઈ ફરક પડતો નથી અને તે એક રોટલીમાં સંતોષ માની જતું રહે છે.
હવે આ ઘટનાનો કોઈએ વીડિયો બનાવી વાઇરલ કરી દેતા તેના પડઘા છેક ગાંધીનગર પડ્યા અને SSGને નોટિસ પાઠવવમાં આવી છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, એસએસજીને નોટિસ અપાઈ છે.
ગત 12 મેના રોજ સોશિયલ મીડિયામાં સયાજી હોસ્પિટલનો આ વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં હોસ્પિટલના પરિસરમાં રોટલીનો મોટો ડબ્બો ખુલ્લી હાલતમાં પડ્યો છે. જ્યાં કૂતરું આવે છે અને રોટલી ઉઠાવે છે જ્યાં નજીક હાજર વ્યક્તિ કૂતરું ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કૂતરું રોટલી લઈને ભાગી જાય છે. આ ઘટનાના વીડિયોને લઈ તેના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા.
હવે જ્યારે ગતરોજ રવિવારે વિવિધ લોકાર્પણ કાર્યક્રમો માટે આરોગ્ય મંત્રી વડોદરા આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે, કોઈ જગ્યાએથી હોસ્પિટલમાં કૂતરું ઘૂસી ગયું હશે, આ મામલે એસીએસ મનોજકુમાર અગ્રવાલે એસએસજીને નોટિસ પાઠવી છે.
આ પ્રકારના મામલામાં સિક્યોરિટી ગાર્ડ અને એજન્સીની જવાબદારી પણ નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.
આમ,એક રોટલી કૂતરું લઈ ગયા બાદ સબંધિતો દોડતા થઈ ગયા હતા.