વડોદરામાં ગુરુવારે મોડી રાત્રે ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હતું.
રાત્રિના દસ વાગ્યાથી રાવપુરા, સીટી, પાણીગેટ અને વાડી પોલીસ મથકના જવાનો દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે એકાએક ચેકીંગ હાથ ધરી ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવનાર, ત્રીપલ સવારી વાહન ચાલકો દારૂ પીધેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ચેકીંગ અભિયાનમાં પોલીસ અધિકારીઓ તેમજ પીસીબી, ડીસીબી, ડોગ સ્ક્વોડ, અશ્વદળના જવાનો પણ જોડાયા હતા.
રાત્રિમાં એકાએક ચાર દરવાજા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો ઉતરી પડતા લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી.
જોકે,રાત્રી દરમિયાન બેફામ વાહન ચલાવવાની ઉઠેલી ફરિયાદને પગલે દારૂ પીને વાહન ચલાવવા સહિત ઓવર સ્પીડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી.