વડોદરામાં સરદાર એસ્ટેટ નજીક એક કારચાલક જેવો કારમાંથી નીચે ઊતર્યો કે તરત જ કારમાં આગ લાગી ગઈ હતી, ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.
ઘટના અંગે કારચાલક લોકેશ શર્માએ મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ કાર તેઓના મિત્રની છે અને સર્વિસ માટે શોરૂમમાં લઈ જઈ રહયા હતા કેમકે ઓડિશા પાસે hyundai i10 કારને ગઈકાલે અકસ્માત થયો હતો, જેથી એનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરીને એને સર્વિસ માટે શો-રૂમમાં મૂકવાની હતી. શો-રૂમના કર્મચારી કાર લેવા મોડે સુધી નહિ આવતા પોતેજ મિત્રની કારને લઈને શો-રૂમ તરફ જઈ રહયા હતા ત્યારે સરદાર એસ્ટેટ પાસે આવતાં અચાનક પાણીની તરસ લાગતાં પોતે કાર થોભાવીને પાણી લેવા માટે કારમાંથી જેવા નીચે ઊતર્યા કે તરતજ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી.
આમ,તરસ લાગતા પાણીની બોટલ લેવા જતા કારમાં આગ લાગી હતી જો તેઓ અંદર રહયા હોત તો શુ થાત તે કલ્પના કરતા ધ્રુજી ઉઠ્યા હતા.