રાજ્યમાં ફરી કોરોના સક્રિય થતાં લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે
વડોદરામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. હાલ 12 એક્ટિવ કેસ પૈકી 1 દર્દી ઓક્સિજન ઉપર ઉપર છે.
બીજી તરફ કોરોનાના સંક્રમણની શકયતાને લઈ પાલિકાએ ટેસ્ટિંગ વધારી દીધું છે.
બે દિવસમાં પાલિકાએ 600થી વધુ ટેસ્ટિંગ શરૂ કર્યા છે. જેમાં બુધવારે માત્ર 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. 24 કલાકમાં પાલિકાએ 679 નમૂના લીધા હતા.
જેમાં સમા વિસ્તારમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા 12 છે, જે તમામ હોમ આઈસોલેશનમાં છે. 11 વ્યક્તિ હોમ ક્વોરન્ટીન છે.
વડોદરા શહેરના અકોટા, રામદેવનગર, પાણીગેટ અને મકરપુરા વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે. કુલ 730 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 5 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આમ,વડોદરા માં પાંચ કેસ નોંધાયા હતા.