વડોદરા શહેરમાં કોરોના આપડેટ માં વધુ એક મહિલા નું કરુણ મોત થયા નું સામે આવ્યું છે ,વડોદરા ના નવાપુરા રોડ પર આવેલા મહેબુબપુરા ખાતે રહેતા 50 વર્ષનામહિલા દર્દી ફરીદાબાનુ કમારઅલી સૈયદનું કોરોના વાઈરસથી મોત થતા વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 14 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના વાઈરસના આજે વધુ 6 પોઝિટિવ નોંધાયા છે. આ સાથે પોઝિટિવકેસની સંખ્યા 247 ઉપર પહોંચી ગઇ છે.આમ વડોદરા માં કોરોના નો કહેર યથાવત રહેવા પામ્યો છે
