વડોદરા શહેરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે અને આજે વધુ 2 મહિલાના મોત થયા ના અહેવાલ છે. વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં કોરોના પોઝીટીવ એવા 60 વર્ષના મહિલાલીલાબેન શ્યામભાઇ કહારનું કરુણ મોત થયું છે. તેઓ છેલ્લા 3 દિવસથી સારવાર લઇ રહ્યા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી હાઇપરટેન્શનની બીમારીથી પીડાતા હતા.આ સિવાય વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના રાણાવાસ માં રહેતા 55 વર્ષ ના મહિલાગીતાબેન રાણાનું પણ કરુણ મોત નીપજ્યું છે. આ મહિલાને 17 એપ્રિલના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોડી રાત્રે દોઢ વાગ્યે મહિલાનું મોત થયું હતું. આજે વહેલી સવારે 5:30 વાગે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા .વડોદરામાં કોરોના વાઈરસના વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવની સંખ્યા186 ઉપર પહોંચી ગઇછે. વડોદરાના નવા 7 પોઝિટિવ કેસ પૈકી 6 કેસ રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાંઅને એક કેસ ગાજરાવાડી વિસ્તારમાં નોંધાયોછે. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પ્રથમ પોઝિટવ કેસ નોંધાયો છે.મહીસાગર જિલ્લાનાસંતરામપુરમાં સસરા અને પુત્રવધુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પરિવારના 5 સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.આમ હવે વડોદરા માં દિનપ્રતિદિન અમદાવાદ જેવી સ્થિતિ થઈ રહી છે અને કોરોના એ ઝડપ વધારતા સ્થાનિક તંત્રવાહકો ની ચિંતા વધી ગઈ છે.
