વડોદરામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે અને હવે કોરોનાની સંભવિત ચોથી લહેર પ્રસરે નહિ તે માટે પાલીકા અને આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે.
મેયર કેયુર રોકડીયાએ આરોગ્ય ટીમ સાથે SSG હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને અહીં આગોતરા આયોજન અંગે તાગ મેળવ્યો હતો.
બીજું કે એસ.એસ.જી, ગોત્રી અને કોર્પોરેશનના સી.એચ.સી સેન્ટરમાં બેડ ઓક્સિજન વગેરેની જરૂરીયાત અંગે સમિક્ષા કરવામાં આવી હતી તેમજ વેક્સીનના જથ્થા મામલે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.
વડોદરામાં 6 લાખ નાગરીકોને બુસ્ટર ડોઝ લેવાના બાકી હોય તેનો પુરવઠા અંગે પણ કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી છે.
દરમિયાન એસ.એસ.જી, ગોત્રી હોસ્પિટલો અને કોર્પોરેશનના સી.એચ.સી સેન્ટરો મળીને કુલ 1100 બેડની સુવિધાઓ સહિત પાલીકાના 2 સીએચસી સેન્ટરો ઉપર ઓક્સીજન પ્લાન્ટને પણ જરૂરીયાત પ્રમાણે શરૂ કરી દેવાયા છે.
વડોદરા શહેરની તમામ હોસ્પિટલ અને સેન્ટર સહિત કુલ 1100 બેડ તૈયાર રખાયા છે. જેમાંથી 530 બેડ ઓક્સીજન સાથેના ઉપલબ્ધ છે. 200 બેડ વેન્ટીલેટર સાથે અને 19 ઓક્સીજન જનરેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જેમાંથી 100 બેડ એસ.એસ.જી, 60 બેડ ગોત્રીમાં, અને 150 બેડ કોર્પોરેશનના સેન્ટરો પર ઉપલબ્ધ કરાવાશેે. ખાનગી હોસ્પિટલમાં પણ તૈયારી રાખવાની સુચનો અપાઇ છે.
આમ,વડોદરામાં કોરોના પ્રસરે નહિ તે માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહયા છે.