રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહયા છે ત્યારે વડોદરાની વાત કરવામાં આવેતો કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 34 કેસ નોંધાયા છે. વધુ 21 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 162 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 5 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 136 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 36 કલાકમાં દિવાળીપુરા, ગોત્રી, સમા, માંજલપુર, સુભાનપુરા, અકોટા, અટલાદરા, સીયાબાગ, મંજુસર, હરણી, છાણી, નવાપુરા, જેતલપુર, તાંદલજા, મકરપુરા, સવાદ, સેવાસી, ભાયલી, વદોદર, સુદામાપુરીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
આમ,કોરોનાના કેસ સતત વધતા તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા અને જેઓએ વેકશીન ન લીધી હોય તેવા લોકોએ વેકશીન લઈ લેવા અપીલ કરવામાં આવી રહી છે.