રાજ્યમાં રોજ દારૂ ઝડપાઇ રહ્યો છે અને સાબિત થઈ રહ્યું છે કે સરકારના આદેશ છતાં બોર્ડર પરથી દારૂ ઘુસી રહ્યો છે ત્યારે વડોદરામાં પોલીસે મકરપુરા વિસ્તારમાં કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સહિત કુલ 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળેલી બાતમીના આધારે પોલીસે તરસાલી બાયપાસ વડદલા રોડ પર કાન્હા રેસીડેન્સી પાસે સ્કોર્પિયો કારમાંથી ઇન્ડિકા વીસ્ટા કારમાં દારૂની ફેરફેર કરવામાં આવી રહી હતી તેજ સમયે પોલીસે રેડ કરતા બંને કારમાંથી 528 બોટલ દારૂ મળી આવતા પોલીસે બે કાર મળી કુલ 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરવા સાથેદારૂની હેરાફેરી કરનારા અંકિતસિંહ શેખાવત (રહે. રેવાપાર્ક સોસાયટી, તરસાલી, વડોદરા), ગૌરાંગ ઉર્ફે પીન્ટુ સોલંકી (રહે. રેવાપાર્ક, તરસાલી, વડોદરા) અને લવકેશ ઉર્ફે સરદાર સુખદેવભાઇ દિવાકર (રહે. વૈકુંઠ રેસીડેન્સી, કલાલી, માંજલપુર, વડોદરા)ની ધરપકડ કરી છે.
જ્યારે સરફરાઝ અહેમદ (રહે. નાગરવાડા, વડોદરા) અને યુવરાજ રાજપૂત (રહે. દંતેશ્વર, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથધરી છે.