વડોદરામાં ગોત્રી નંદાલય હવેલી પાસે મોડી રાત્રે બાઇક ચાલકનું ગાય સાથે અથડાતા મોત થયા બાદ મેયરની સૂચનાથી પાલિકાના તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ગોત્રી નંદાલય હવેલી પાસે આવેલા ધરમપુર વિસ્તારના બે ઢોરવાડા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત 7 જેટલા ગૌ-વંશને ઢોરડબ્બામાં પુરવામાં આવ્યા હતા.
આ વખતે તંત્ર સામે પશુપાલકોએ રોષ ઠાલવ્યો હતો.
ગત મોડી રાત્રે ગોત્રી હરીનગર નંદાલય હવેલીથી ઝાંસી કી રાણી સર્કલ વચ્ચેના રોડ ઉપરથી મોડી રાત્રે પસાર થઇ રહેલા જીગ્નેશભાઇ ઉર્ફ જીતુ રાજપૂતને ગાય સાથે અથડાતા મોત થયું હતું.
આ ઘટના બાદ મનપાના મેયરેની સૂચના બાદ કોર્પોરેશનની ઢોર પાર્ટી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદાલય હવેલી પાછળ આવેલ ઢોરવાડાને પતરાંની આડ કરી સીલ મારી કરી દીધા હતા અને સીલ કરેલા ઢોરવાડા ઉપર નોટીસ લગાવી દીધી હતી. ઢોર પાર્ટીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મંગેશ જયશ્વાલ અને આસિસન્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચતા પશુપાલકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ તેમજ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.