વડોદરામાં ગતરોજ ગાયની સાથે અથડાતા એક યુવાનનું મોત થયા બાદ આજે વાઘોડિયાના અંકોલ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ગાય વચ્ચે આવી જતાં રીક્ષા પલટી ખાઇ જતાં એક મહિલા મુસાફરને ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું.
વિગતો મુજબ વડોદરાના વાઘોડિયા નજીક આવેલ અંકોલ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ગાય વચ્ચે આવી જતા રીક્ષા પલ્ટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી એક મહિલા મુસાફરને ઇજા થતાં નાક અને કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતુ અને શરીરે ગંભીર ઇજાઓ થતા આ મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
જ્યાં મહિલાને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા મહિલાના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરવામાં આવી છે.જોકે,રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલી મહિલાનું અકસ્માતમાં મોત થતાં આ મહિલાની ઓળખ માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે વડોદરા શહેરમાં સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીક ગતરોજ રાત્રે ગાય અડફેટે આવી જતા 48 વર્ષના જીજ્ઞેશ રાજપૂત નામના યુવાનનું મોત થયું હતું
આ ઘટના બાદ આજે વાઘોડિયા નજીક અંકોલ બસ સ્ટેન્ડ પાસે ગાય અડફેટે આવી જતા રીક્ષા પલ્ટી જતા મહિલાનું મોત થવાની ઘટના બની છે.
અત્રે નોંધનીય છે કે પશુ માલિકો પશુઓને છુટ્ટા મૂકી દેતા આ રીતે અકસ્માતમાં આવી ઘટનાઓ બની રહી છે અને મૂંગા પશુઓ પણ ઇજાગ્રસ્ત બની રહયા છે અને તે પણ ઘણા કિસ્સામાં મોતને ભેટી રહયા છે.