વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી બાવરચી હોટલમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી, દરમિયાન હોટલમાં ગેસની બોટલ લીકેજ થતાં સ્હેજમાં રહી જતા મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી.
આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર દોડી આવેલા લાશ્કરોએ આગને કાબુમાં લીધી હતી.
વડોદરામાં કાળઝાળ ગરમીની શરૂઆત સાથે આગના બનાવોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
ગઈકાલે દિવસ દરમિયાન ત્રણ આગના બનેલા બનાવો બાદ મોડી રાત્રે વડોદરા નજીક દુમાડ ચોકડી પાસે ફિનાઇલ બનાવતી કંપનીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આજે ગોત્રીમાં આવેલ બાવરચી હોટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, એસીમાં શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.