વડોદરા શહેરમાં વરસાદ પડતાજ સંખ્યાબંધ વાહનો રોડ ઉપર સ્લિપ થઈ જવાના બનાવો બન્યા હતા દરમિયાન જેલ રોડ પર પણ વાહનો સ્લિપ થયા હતા જ્યાં એક યુવતીને વાહન સ્લિપ થતા ઇજાઓ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા ASI સુરેશ હિંગલાજીયા એમ્બ્યુલન્સની રાહ જોયા વિના PCR વાનમાં બેસાડીને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. આ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાનમાં આવતા ટ્વીટ કરીને સરાહનીય કામગીરી કરનાર ASI સુરેશ હિંગલાજીયાની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે, ‘પોલીસ ફોર્સને સો સલામ પણ ઓછી પડે’
વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજીયા રાવપુરા SHE ટીમની PCRમાં ફરજ બજાવે છે.
દરમિયાન શહેરના જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની હતી વાહનચાલકો રસ્તા પર પડી જતા ઇજા પહોંચી હતી. જ્યાં પહોંચેલા પોલીસકર્મી જોયું કે યુવતીને વધુ વાગ્યું છે તેથીએમ્બ્યુલન્સ આવે તે પહેલાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને ASI સુરેશભાઈએ PCRમાં બેસાડીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા,હોસ્પિટલ પર પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ઊંચકીને ઇમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં અકસ્માતગ્રસ્ત યુવતીને ત્વરિત સારવાર મળી શકી હતી.
આ ઘટનાને સૌએ વખાણી હતી અને સુરેશભાઈની કામગીરી બિરદાવી હતી.
જોકે,સુરેશભાઈ આમેય સેવાભાવી પોલીસ કર્મચારી છે જ્યારે જ્યારે અકસ્માત કે અન્ય બનાવમાં વ્યક્તિનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં કફન ની વ્યવસ્થા પણ તેઓ કરે છે અને આ માટેજ તેઓ એક કફન સાથેજ રાખતા હોવાનું કહેવાય છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરેશભાઈની કામગીરી બિરદાવી હતી.
