વડોદરામાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છતાં ઓન લાઈન ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ પગલાં ભરે તે જરૂરી બન્યું છે.
ઉત્તરાયણ પર્વ અગાઉ જ અનેક લોકો કાતિલ પતંગની દોરીથી ઘાયલ થયા છે અને વડોદરામાં બે ના મોત થઈ ચૂક્યા છે અને કેટલાય પક્ષીઓ ઈજાગ્રસ્ત બની રહયા છે ત્યારે ચાઈનીઝ દોરી ઉપર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પણ પોલીસ વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવેતો ઓનલાઇન ચાઇનીઝ દોરી વેંચતા અનેક લોકોના નામ સામે આવી શકે તેમ છે.
હાલમાં ઓનલાઈન વેચાણ વધ્યું છે અને હાલ 1 હજારથી માંડી 850 રૂપિયામાં આ લોકો મોનો કટર નામની નાયલોન અને પ્લાસ્ટિકથી બનેલી દોરી વેચી રહ્યા હોવાનું એક મીડિયા હાઉસની તપાસમાં સામે આવ્યું છે. જેના પેકિંગ ઉપર સ્પષ્ટ પણે ‘આ દોરી માત્ર ઔધોગિક ઉપયોગ માટે જ છે, પતંગ ચગાવવા માટે નથી’એવું લખેલું હોવા છતાં એને પતંગની દોરી માંજા કહીને વેચી રહ્યા છે.
પ્રતિબંધિત ચાઇનીસ દોરી વેચનારા 4થી 5 દિવસમાં ડિલિવરી અને કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન પણ આપે છે.
વડોદરા, વાઘોડિયા, હાલોલ, અંકલેશ્વર, આણંદ, નડિયાદ જેવા સ્થાનો ઉપરથી વેચાય છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા તે દિશામાં તપાસ કરેતો ચાઈનીઝ દોરીનો મોટો કારોબાર સામે આવે તેમ છે.
ઉત્તરાયણ પર્વ અગાઉ જ અનેક લોકો કાતિલ પતંગની દોરીથી ઘાયલ થયા છે અને વડોદરામાં બે ના મોત થઈ ચૂક્યા છે અને કેટલાય પક્ષીઓ ઈજાગ્રસ્ત બની રહયા છે ત્યારે ચાઈનીઝ દોરી ઉપર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પણ પોલીસ વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવેતો ઓનલાઇન ચાઇનીઝ દોરી વેંચતા અનેક લોકોના નામ સામે આવી શકે તેમ છે.
હાલમાં ઓનલાઈન વેચાણ વધ્યું છે અને હાલ 1 હજારથી માંડી 850 રૂપિયામાં આ લોકો મોનો કટર નામની નાયલોન અને પ્લાસ્ટિકથી બનેલી દોરી વેચી રહ્યા હોવાનું એક મીડિયા હાઉસની તપાસમાં સામે આવ્યું છે.
જેના પેકિંગ ઉપર સ્પષ્ટ પણે ‘આ દોરી માત્ર ઔધોગિક ઉપયોગ માટે જ છે, પતંગ ચગાવવા માટે નથી’એવું લખેલું હોવા છતાં એને પતંગની દોરી માંજા કહીને વેચી રહ્યા છે.