રાજયમાં દારૂબંધી છે પણ ક્યાંય અમલ થતો નથી અને દારૂ છૂટથી મળે છે અને પીવાય છે એમાંય વડોદરામાં તો છૂટથી દેશી-વિદેશી દારૂ મળે છે અને ઘણી વખત પીધેલા રોડ ઉપર લથડીયા ખાતા ખાતા જોવા મળે છે પણ હવેતો પોલીસ ખાતા સાથે જોડાયેલા જવાનો પણ દારૂ પીને જાહેરમાં ઢળી પડેલા નજરે પડી રહયા છે.
ગતરોજ વડોદરામાં મુખ્યમંત્રીના આગમન વખતે એરપોર્ટ ખાતેના ટ્રાફિક નિયમનની ફરજ બજાવી થાકી ગયેલો જવાન દારૂ પીવા જતો રહ્યો હતો પછી નશામાં ધૂત જવાન સીધો પ્રતાપનગર બ્રિજ પાસે ઢળી પડ્યો હતો જેનો વિડીયો અને ફોટા પાડી લોકોએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી મોજ લીધી હતી.
વડોદરાના પ્રતાપનગર બ્રિજના ઓએનજીસી તરફના છેડા પરનાં સર્કલની બાજુમાં માતાજીની દેરી પાસેના ફૂટપાથ પર જવાન નશામાં ધૂત થઈ પડ્યો હતો. જેથી ભેગા થયેલા વાહન ચાલકો અને રાહદારીઓએ તપાસ કરતાં તેનું નામ રાજેશ મગનભાઈ વસાવા હોવાનું નેમ પ્લેટ પર લખેલું હતું.
કેટલાકે તેને પાણી પીવડાવ્યુ હતું જેથી તેને થોડું ભાન આવતાં રિક્ષામાં ઘરે રવાના કર્યો હતો.