વડોદરા શહેરમાં ચોમાસાનો માહોલ જામતાજ દારૂ પીનારાઓ ગમે ત્યાં પાર્ટી શરૂ કરી દેતા હોય છે ત્યારે ગોત્રી વિસ્તારમાં દિવાળીપુરા ગાર્ડનની સામે જાહેરમાં દારૂની પાર્ટી યોજી દારૂની લિજ્જત માણી રહેલા ચાર યુવાનોને પોલીસે દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોલીસે ઝડપી પાડેલા ચાર યુવાનોમાં અંકુર દિલીપભાઈ ભાટુ ( રહે – ખંડેરાવપાર્ક સોસાયટી, ગદાપુરા ), દેવેન્દ્રસિંહ વિનુભાઈ સોલંકી ( રહે – યોગેશ્વરકૃપા સોસાયટી, વાસણા પેટ્રોલપંપની પાછળ ), પરાગ ધર્મેશભાઈ પરમાર ( રહે – શંકરબાગ સોસાયટી, દિવાળીપુરા ) અને કરણ ઇન્દ્રવદનભાઈ ગાંધી ( રહે – નિધિપાર્ક સોસાયટી , દિવાળીપુરા ) નો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ 4 મોબાઈલ ફોન સહિત રૂપિયા 20,050 નો મુદ્દામાલ કબજે કરી તમામની પ્રોહીબિશન એકટ હેઠળ અટકાયત કરતા સ્થાનિક વિસ્તારમાં આ મેટરે ભારે ચકચાર જગાવી હતી.