વડોદરાના સંવેદનશીલ યાકુતપુરા નાકાના જાહેર માર્ગ પર માથાભારે શખ્સ એઝાઝે મોપેડ લઈ પસાર થતી શિક્ષિકાને જાહેરમાં હુમલો કરી માર મારી વિલીનગીરી કર્યા બાદ પોલીસે તેને ઝડપી લઈ સર્વિસ કરતા તે સીધોદોર થઈ ગયો હતો, પીઆઇ કિરીટ લાઠિયાએ તેને જાહેરમાં ‘બકરી’ જેવો બનાવી દીધો હતો,એઝાઝે મહિલાના પગમાં પડી માફી માગી હતી
એક સમયે સિટી પોલીસ મથકની ઉપર ઓફિસ ધરાવતા એસીપી પીઆર રાઠોડના પોતાને ખાસ ગણાવતા અને ખુદ એસીપીએ એઝાઝના ખભા પર મિત્ર હોય એવા ફોટા પડાવ્યા હતા. તે જ સિટી પોલીસ મથકમાં એઝાઝ બકરી બનવા સાથે પોલીસે કૂકડો બનાવી દીધો હતો અને મહિલાના પગમાં પડી માફી માંગતો નજરે પડ્યો હતો. નેતા અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા મૂકી રોફ મારનાર એઝાઝની પોલીસે એવીતે સરભરા કરી કે તેની હવા નીકળી ગઈ હતી
અને એક મહિલાને જાહેરમાં હાથ ઉપડવાનું શુ પરિણામ આવે તેનું ભાન કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના દાંડિયાબજારમાં રહેતા અને વારસિયાની હરી સેવા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના શિક્ષિકા સોનિયાબેન રાજેશભાઈ પંજાબી શનિવારે બપોરે 12 વાગે શાળાએથી દાંડિયાબજાર તરફ મોપેડ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન યાકુતપુરા નાકા પર પૂરઝડપે એક્ટિવા લઈને આવેલા એઝાઝે સોનિયાબેન નજીક પહોંચી જતાં વાહન અથડાઈ જાય તેવું લાગતા તેમણે તેને ધીરેથી જોઈને ચલાવવાની ટકોર કરતાં એઝાઝ ઉશ્કેરાઈ ગયો હતો અને દાદાગીરી ઉપર ઉતરી આવ્યો હતો અને તેણે સોનિયાબેનને તમાચા મારી દીધા હતા. આટલેથી નહિ અટકેલા એઝાઝે નાક અને પેટ પર મુક્કા મારતાં સોનિયાબેન લોહીલુહાણ થઈ ગયાં હતાં.
ઘટનાને પગલે યાકુતપુરા નાકાના જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા પણ હુમલાખોર આ જ વિસ્તારમાં રહેતો હોવાથી સ્થાનિકોએ મહિલાને છોડાવવાના બદલે તમાશો જોયો હતો.
જોકે,પોલીસે એઝાઝને કાયદાનું ભાન કરાવ્યું હતું.