છેલ્લા ઘણાજ સમય થી ટ્યુશન ક્લાસમાં ભણવા જતી દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા અર્પણ કોમ્પ્લેક્સમાં ચાલતા એક ખાનગી ટ્યુશન ક્લાસમાં શિક્ષકે બદઇરાદો પાર પાડવા એક 15 વર્ષની વિદ્યાર્થિનીને પરાણે વોડકા (દારૂ) પીવડાવ્યો પણ વિદ્યાર્થિનીની તબિયત બગડતી જોઈ શિક્ષક ગભરાયો હતો અને અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાઈ રહેલી વિદ્યાર્થીનીને ઘરે મૂકી આવતા દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી હતી અને આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિઝામપુરા અર્પણ કોમ્પ્લેક્સમાં ખાનગી ટ્યુશન ક્લાસના પ્રશાંત નામના શિક્ષકની અટકાયત કરી છે.
આ શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ પણ બેસાડી રાખી હતી. ટ્યુશનનો સમયગાળો પૂરો થયા બાદ અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા બાદ વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. વિદ્યાર્થિની પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી.