વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ ઉપર ઢોરવાડા તોડવા પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ગયેલી પોલીસ સાથે ગોપાલક મહિલાઓએ ઝપાઝપી કરતા એક મહિલાએ મહિલા PSI કે.એચ.રોયલાનો
નો કોલર પકડી માર મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આ ઘટનામાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી ઢોરવાડામાંથી 3 ગાયો પકડી હતી.
ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રસ્તાને નડતરરૂપ 4 ગેરકાયદે ઢોરવાડા તોડવાની કાર્યવાહી કરવા દબાણ શાખા અને પોલીસની ટીમ પહોંચી તે સમયે મહિલા ગૌપાલકો અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
અને10 પોલીસ જવાનની નજર સામે જ મહિલા PSI કે.એચ.રોયલાનો
કોલર પકડીને માર મારવામાં આવતા એક મહિલા અને 3 પશુપાલકોની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરામાં ન્યૂ વીઆઇપી રોડ પર 4 ઢોરવાડા તોડી 3 પશુ પકડી લેવાયાં, આજવા રોડ પર 1 ઢોરવાડો બૂલડોઝરથી તોડી પડાયો હતો.
ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રસ્તાને નડતરરૂપ 4 ગેરકાયદે ઢોરવાડા તોડવાની કાર્યવાહી દરમિયાન
એક મહિલા PSI કે.એચ.રોયલાનો કોલર પકડી મારવાની ઘટનામાં હરણી પોલીસે કંકુબેન વિજયભાઈ ભરવાડ, વિજયભાઈ સાજનભાઈ ભરવાડ, રણછોડભાઈ સાજનભાઈ ભરવાડ, હિતેશભાઈ ઉર્ફે કીશન ગભરૂભાઈ ભરવાડ અને જોમાબેન ગભરૂભાઈ ભરવાડ (રે. ભરવાડ વાસ, ન્યુ વીઆઈપીરોડ) સામે હુલ્લડનો ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન પાલિકાની ટીમે પોલીસને સાથે રાખી ન્યૂ વીઆઇપી રોડના 4 અને આજવા રોડના 1 ઢોરવાડા તોડવા સાથે શહેરમાંથી 23 રખડતા ઢોર પકડી લીધા હતા.