વડોદરા શહેરના આજવા રોડ પાસે રહેતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એકટ્રેસનો બર્થડે હોવાથી તેની બર્થડે પાર્ટીમાં દારૂની પાર્ટી ચાલતી હતી.આ દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદના 3 વ્યક્તિ સહીત એક્ટ્રેસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
પોલીસે યુવતીની પણ ધરપકડ કરી હતી
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ આર.એ.જાડેજાને બાતમી મળી હતી કે વડોદરાના આજવા રોડ પર રહેતી યુવતીના ઘરે દારૂની મહેફિલ ચાલી રહી છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ.આર.કે.તોરાણી, ડી.જે. પ્રજાપતિ તથા સ્ટાફના માણસો હર્ષદભાઈ, ધર્મેન્દ્રભાઈ, યોગેશભાઈ, રાકેશભાઈ, જૈનુલભાઈ અને હરદીપસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અમદાવાદ મેમનગર વિસ્તારની વિશ્રામનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ગજેન્દ્રભાઈ ગોસાઈ, બોલકાદેવ અમદાવાદમાં રહેતો નીરવ રાજેન્દ્રભાઈ શર્મા, મિતેષ અમૃતભાઈ રબારીને ઝડપી પડ્યા હતા.પોલીસે ઘરમાં દારૂની વ્યવસ્થા કરી આપનાર યુવતીની પણ ધરપકડ કરી હતી.
પી.આઈ.આર.એ.જાડેજાએ જણાવ્યું હતું કે,પોલીસે યુવતીના ઘરમાંથી વિદેશી દારૂની બોટલો,મોબાઈલ ફોન સહીત BMW કારને જપ્ત કરી હતી.અને આરોપીઓને બાપોદ પોલીસ મથકના હવાલે કર્યા હતા.આ યુવતીના ઘરમાંથી દારૂની મહેફિલમાં પકડાતા આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ દોસ્તોને દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનારા ગુજરાતી ફિલ્મની એક્ટ્રેસ હોવાનું જણાય છે.આ બનાવ અંગે પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.