વડોદરામાં ચોમાસા દરમિયાન જૂની જર્જરિત ઇમારતો ભય જનક બની છે તેવે સમયે રાવપુરામાં આવેલી દુલીરામ પેંડાવાળાની જૂની દુકાનનો ઉપરનો હીસ્સો ભય જનક હોવાછતાં અહીં માત્ર કલરકામ કરી બધું સલામત હોવાનો દેખાવ કર્યા બાદ હવે બીજી ચોંકાવનારી વાત જાણવા મળી છે જેમાં દુકાનની પાછળનો નિયમ વિરુદ્ધ ઉભું કરેલું દબાણ ઇમ્પેકટ ફી ભરી કાયદેસર કરવા હિલચાલ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે પણ તેમાપણ નિયમો હોય છે તેનો ભંગ થયો હોવાની વાત સાથે વાંધા અરજી કરવા અરજદાર દ્વારા તજવીજ થતા આ મામલો ફરી વિવાદી બન્યો છે.
વડોદરામાં રાવપુરા મેઇન રોડ ઉપર આવેલી જાણીતી દુલીરામ પેંડાવાળાની હયાત દુકાનની પાછળના ભાગે પણ લોખંડની પાઇપો વડે તંત્રની કોઈ પરમિશન વગર ગેરકાયદેસર રીતે સ્ટક્ચર ઉભું કરવામાં આવ્યું હોવા મામલે વડોદરા મનપા દ્વારા વારંવાર નોટીશ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો તેમજ દુકાન સીલ કરવાની કાર્યવાહી કરવા ચીમકી અપાઈ હતી પરંતુ નવાઈની વાત એ છે કે પાંચ પાંચ નોટીશ બાદ મનપા દ્વારા હવે આ મેટરમાં ઇમ્પેકટ ફી લઈ કાયદેસર કરવા હિલચાલ કરી રહ્યું હોવાનું સામે આવતા તેનો વિરોધ કરી વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં તંત્ર દ્વારા એક તરફ અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હઠાવવાનું ચાલુ છે ત્યારે પાલિકા દ્વારા અહીં દુકાનદાર ને છાવરવામાં આવી રહયા નું ચિત્ર સપાટી ઉપર આવતા સબંધિત વર્તુળોમાં આ પ્રકરણ ભારે ચર્ચાનો વિષય બન્યું છે.