વડોદરામાં ભારે ચક્ચાર જગાવનાર મેયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી ફરતી થયેલી પત્રિકા પ્રકરણમાં ભાજપે આજે કાઉન્સિલર અલ્પેશ લિમ્બાચિયાના સાળા અમિત લિમ્બાચિયાને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરતા રાજકીય વર્તુળોમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.
આ પત્રિકા કાંડમાં તપાસ દરમિયાન કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાના સાળા સહિત બેની સંડોવણી હોવાનું સામે આવતા તેઓની મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકા વહેતી થતાં ભારે ચકચારચી હતી.
વડોદરાના પ્રથમ નાગરિક અને શહેર ભાજપ માટે માથાનો દુઃખાવો બનેલી
આ પત્રિતા અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી.
ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થયેલી તપાસમાં પત્રિકા કાંડનો પર્દાફાશ થયો હતો અને આ પત્રિકાકાંડમાં અમિત લિંબાચિયા અને આકાશ નાઈની ધરપકડ કરવામાં આવી હતી.
જોકે,ધરપકડ બાદ આજે બંને જામીન ઉપર છૂટી ગયા હતા.
જોકે,અમિત લિમ્બાચિયાને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.