વડોદરા શહેરમાં રવિવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાતાં 10 જેટલાં વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાના વારસિયા, રાવપુરા, માંજલપુર, ગોત્રી સહિત માણેજા સ્થિત શિખર સોસાયટી, પ્રતાપનગર-સિંધવાઈ માતા રોડ સ્થિત શાંતિ પાર્ક સોસાયટી સહિતના સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા.
પાદરામાં પવનો સાથે મોડી રાત્રે વરસાદ પડતા વૃક્ષ તૂટી પડતા સિક્યુરીટી ગાર્ડ ઝાડ હેઠળ દબાઈ જતા તેને ઇજાઓ થઈ હતી પરિણામે ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને એસએસજી હોસ્પિટલમાં ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો દરમિયાન વરસાદ અને પવનના કારણે રણુના કાળ ભૈરવ મંદિરને પણ નુકસાન થયું હતું.
વરસાદને કારણે કારેલીબાગ વિસ્તારમાં 3 સ્થળોએ ફીડર ટ્રીપ થઇ જતાં વીજળી ડુલ થઈ ગઈ હતી જોકે,વીજ કંપની દ્વારા આ વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.
