વડોદરામાં ઉનાળાની ઋતુમાં શરીરને ટાઢક આપતી પોચી અને પાણીદાર તાડફળીનું હાલ ઠેરઠેર પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ઠેર ઠેર સ્થાનિક લોકો સવારથી સાંજ સુધી તેનું વેચાણ કરીને પોતાની રોજી રોટી મેળવી રહ્યા છે. તાડફળીને ગલેલી, તફડા, તાડ ગોટલી અને અંગ્રેજીનાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે.
માનવી માટે આ ફળ અમૃત સમાન માનવામાં આવે છે. કારણકે ઉનાળામાં રોજગારીની વૈકલ્પિક તક ઊભી થાય છે.
વડોદરામાં માર્ગની સાઈડમાં બેસીને દિવસ દરમિયાન દાતરડાથી છોલીને અંદરથી નીકળતા ફળ એટલે કે તાડફળી કાઢીને વેંચતા ફેરિયા નજરે પડી રહયા છે.
તાડફળી ઉનાળાની આકરી ગરમીમાં શરીરના તાપમાન અને લૂ ને નિયંત્રણ કરે છે. શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પેટના અંદરના અવયવોને એક પ્રકારે ઉજણ કરે છે. તેમજ કોલેરા, પાચન ક્રિયા, ડાયાબિટીસ સહિત શરીરમાં રહેલા ઝેરી પ્રદાથો- કચરાને દૂર કરવાનું કાર્ય કરે છે.
તાડફળી ઉનાળાની સીઝનમાં ફાયદાકારક છે.
સ્વાસ્થ માટે શરીરને સુરક્ષિત રાખવા સક્ષમ આ ફળ પાચનક્રિયા એસિડિટી જેવી તકલીફોથી પણ છુટકારો આપી રાહત આપે છે તેને આ સિઝનમાં ચોક્કસથી ખાવું જોઈએ.