વડોદરામાં પોલીસ દ્વારા સામાન્ય વાહન ચાલકો પાસેથી દંડ વસુલવામાં આવે છે પણ બીજી તરફ આડેધડ પાર્ક કરેલી લક્ઝરી બસો સામે પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં નહિ આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે.
વડોદરા શહેરમાં નો પાર્કિંગમાં કે રોડ પર નડતરરૂપ વાહન મૂક્યું હોય તો પોલીસ દ્વારા આવા વાહનોને તરત ટોઇંગ કરી દંડ વસૂલવામાં આવે છે. શહેરમાં મુખ્ય બજારોમાં પાર્કિંગની ગંભીર સમસ્યા છે અને આવા બજારોને અડીને આવેલા મુખ્ય માર્ગો પર પાર્ક કરવા માટે જગા શોધવી એ સૌથી કપરું કામ છે,એટલું જ નહીં રોડ પર આડેધડ પાર્કિંગ કરવામાં આવે તો ટ્રાફિક પોલીસની ક્રેઇન વાહન ટો કરી જાય છે અને નાગરિકોને સ્થળ પર જ દંડ ભરવો પડે છે પરંતુ નવાઈની વાત એ છે કે લકઝરી બસોના પાર્કિંગ સામે પોલીસ આંખ આડા કાન કરી રહી હોવાના દ્રશ્યો જોવા મળતા લોકોમાં આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે અને કોની રહેમ નજર હેઠળ પગલાં ભરવામાં આવતા નથી તે વાત ચર્ચાનો વિષય બની છે.
વડોદરા શહેરમાં ફ્રીડમ પાર્ક સર્કલ પાસે મુખ્ય માર્ગ પાર્ક કરવામાં આવેલ લકઝરી બસો ઉપર કોની રહેમ નજર છે તે તપાસનો વિષય છે.
વડોદરા ટ્રાફિક વિભાગને સેવન સિસ મોલ થી આગળ આવતા મુખ્ય માર્ગ પર પાર્ક કરવામાં આવેલ લકઝરી બસો દેખાતી નથી.
જો કોઈ નાગરિકે ફોર વ્હીલર અથવા ટુ વ્હિલર જો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કર્યું હોયતો કાર ને લોક મારી દેવામાં આવે છે અને ટુ વ્હિલર વાહનો ને ટોઇંગ કરી લેવામા આવે છે પણ
અહીં નો પાર્કિંગ નું બોર્ડ હોવા છતાં મુખ્ય માર્ગ ની સાઈડ મા ઉભેલ લકઝરી વિરુદ્ધ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા ટ્રાફિક વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા છે.
સત્યડે ના પ્રતિનિધિ દ્વારા જ્યારે ટ્રાફિક પોલીસ ને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
સત્યડેની હાજરીમાં જ્યારે ટોઈંગ ની ગાડી ત્યાંથી પસાર થઈ ત્યારે તેઓને નો-પાર્કિંગ ઝોનમાં ઉભેલી લકઝરી બસો સામે કોઈ કાર્યવાહી નહિ કરતા અનેક સવાલો ઉભા થયા છે અને સામાન્ય નાગરિકોના વાહનો માટે અને લક્ઝરી બસ માટે દંડ કરવામાં થઈ રહેલા ભેદભાવ જનતામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ઉપરી અધિકારીઓ દ્વારા આ મામલે પગલાં ભરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.