● જાસ્મિન, મારવાન્સ,ઈલિયાસ સહિતની મોબાઈલ શોપમાં કરોડોનો બે નંબરનો ધંધો સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યો છે.
● મોંઘા આઈફોનના ધંધામાં કરોડોની કાળી કમાણી કરનારાઓના બે નંબરના વહીવટમાં કોણ કોણ છે ભાગીદાર? કોણ આ લોકોને છાવરી રહ્યું છે?તે તપાસનો વિષય છે.
વડોદરામાં ટેક્સ ચોરીના મોંઘા iphone અને લાખ્ખો રૂપિયાની એસેસરીઝનો ગેરકાયદે કરોડોનો કારોબાર થઈ રહ્યો હોવાછતાં તંત્રએ જાણે પોતાની આંખો ઉપર પટ્ટી બાંધી દીધી છે તેવા સમયે Directorate General of GST Intelligence દ્વારા સીધી કાર્યવાહી થાયતો મોટી કરચોરી પકડવાની શકયતા છે.
વડોદરા શહેરમાં જાસ્મીન,મારવાન્સ જેવી મોટી મોબાઇલની દુકાનમાં બિલ વગર આઈફોન અને એસેસરીઝનો ધંધો થઈ રહ્યો છે અને આવા લોકો હવે બિન્દાસ બની ધંધો કરી રહયા છે.
વડોદરામાં મોબાઈલ જાસ્મિન મોબાઇલની આડમાં બીજી ઇલિયાસ સહિતના મોબાઈલ દુકાનવાળાઓ પર રેડ પડે લાખો કરોડનો માલ મળી શકે એમ છે.
વડોદરામાં જીએસટી વગરના iphone મોબાઇલ તેમજ એસેસરીઝનો ધંધો ફુલ્યો ફાલ્યો છે ત્યારે સબંધિત વિભાગ દ્વારા રેડ કરવામાં આવેતો મોટા ખુલાસા થવાની શકયતા છે.