વડોદરા શહેરમાં વરસાદ ચાલુ રહેવા પામ્યો છે પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.
શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાંચ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઇ જવાની ઘટના બની છે.
આ વર્ષે 153મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ બેંકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે.
આ વર્ષે ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી. માત્ર 1થી દોઢ ઈંચ વરસાદમાં જ દુકાનોની અંદર વરસાદના પાણી ઘૂસી જાય છે. ખાસ કરીને બેંક ઓફ બરોડાના લોકર વિભાગમાં પાણી ભરાઈ ગયું છે. બેંકમાં એટલું પાણી ભરાયું છે કે, લોકોને ચપ્પલ ઉતારીને લોકર રૂમમાં જવું પડી રહ્યું છે, જેથી તમામ લોકર ધારકો દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.