વડોદરામાં એલસીબી પોલીસના જવાનો બુટલેગર પાસેથી રૂપિયા લેતા હોવાના વાઇરલ થયેલા વિડિયો બાદ બે પોલીસ જવાન સસ્પેન્ડ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી.
દરમિયાન આ વીડિયો જેણે વાયરલ કર્યો હોવાનું મનાય છે તે તરસાલીના લાલા ને પોલીસે દારૂ સાથે ઝડપી લીધો હતો.
તરસાલીના કુખ્યાત બુટેલગર લાલો જ્યારે દારૂના જથ્થાનું કટિંગ કરવા જતો હતો ત્યારેજ પીસીબી શાખાએ રેડ કરી હતી અને વિદેશી દારૂના જથ્થા સહિત બે કાર સહિત પોલીસે 9.48 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બે બુટલેગરો ને ઝડપી લીધા હતા.
તરસાલી અયોધ્યા નગર પાછળ આવેલા યુએલસીના મકાન પાછળના મેદાનમાં સોમનાથ નગરનો બુટલેગર પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ બલેનો કારમાં વિદેશી દારૂ લઇને આવ્યો હતો અને કિયા કાર લઇને આવેલા ધવલ પ્રજાપતિને જથ્થો આપતો હતો તેજ સમયે પોલીસ ત્રાટકી હતી અને દારૂ સાથે બન્નેની ધરપકડ કરી હતી.