વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ ઉપર ભાજપાના કાઉન્સિલર નૈતિક શાહની કન્સ્ટ્રક્શન સાઇટના પ્રમોશન માટે ભાગીદારો દ્વારા સાઇટની જગ્યામાં વિશાળ LED સ્ક્રિન મૂકીને IPLક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ શરૂ કરતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અને ચિચિયારીઓ પાડતા બાજુમાં આવેલીહોસ્પિટલોમાં દાખલ દર્દીઓ પરેશાન થઈ ગયા હતા. ઉપરાંત મેચ જોવા માટે લોકોની ભારે ભીડ થઇ જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ થઇ ગયું હતું. પરિવાર ચાર રસ્તા અને વૃંદાવન ચાર રસ્તા પાસે પણ ટ્રાફિક જામ થઇ જતા કોઈએ પોલીસ કંટ્રોલને ફાન કરતા પાણીગેટ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટની બહાર વિશાળ LED સ્ક્રિન મૂકીને IPLક્રિકેટ મેચનું ચાલી રહેલું જીવંત પ્રસારણ બંધ કરાવ્યું હતું.
આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને પોલીસ પરમિશન વગર યોજાયેલ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો જોકે,આ મામલે કોઇ ફરિયાદ થઈ ન હતી.
