વડોદરામાં તા. 18મીએ શનિવારે પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાગત માટે લગાવવામાં આવેલું નરેન્દ્રભાઈ મોદીનું 71 ફૂટનું ઊંચુ હોર્ડિંગ્સ ભારે પવનો ફૂંકાતા ફાટી જતા સાંજે નીચે ઉતારી લેવાયું હતું અને ફરી લગાવવામાં આવ્યુ હતુ.
વડોદરાના આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તારીખ 18 મીએ 12:30 વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયા હોય પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જે પૈકી સભા સ્થળ નજીક લગાવવામાં આવેલું 71 ફૂટ ઉંચુ વિશાળ પોસ્ટર ભારે પવન ફૂંકાતા ફાટી ગયું હતું. પોસ્ટર ફાટી જતા ભાજપના આગેવાનોમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને ફાટેલા પોસ્ટરને ઉતારી ત્વરિત નવું પોસ્ટર તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વિશાળ કદના પોસ્ટરને વધારે સર્પોટ સાથે લગાડવા કામગીરી હાથ ધરાઈ હતી, હાલ વડોદરામાં ચોમાસાનો માહોલ ક્રિએટ થયેલો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે પોસ્ટર મોદીજીના આગમન સુધી ટકી રહે તેવા પ્રયાસો શરૂ થયા છે.