વડોદરામાં વરસાદી માહોલ છે અને ગતરોજ 2 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રાવપુરા, ન્યાય મંદિર, માંડવી અને માંજલપુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને હજુ ભારે વરસાદની અગાહીને લઈ તંત્ર સજ્જ બન્યું છે.
વડોદરા મનપા દ્વારા ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે પગલાં ભરવા ચર્ચા થઈ હતી.
મેયર નિલેશ રાઠોડની અઘ્યક્ષતામાં વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રની મળેલી પ્રિ-મોન્સુન કામગીરીની રીવ્યુ મીટીંગમાં સ્થાયી સમિતિના ચેરમેન, નેતા, દંડક, મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જીનીયર, ચારેય ઝોનના કાર્યપાલક ઈજનેર, આરોગ્ય અમલદાર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ચારેય ઝૌનમાં મેનહોલ ધપીટી, કાંસની સફાઇ, ચેનલોની સફાઇ, ચારેય ઝોનમાં આવેલ તળાવોની અંદર અને બહારની સફાઇ કામગીરી પુર્ણ કરવામાં આવેલ કામગીરીની માહિતી માનનીય મેયરે મેળવી હતી. જેમાં મુખ્યત્વે મોટર પંપસેટ, ડીજી,સેટ, કાર્યરત પંપીંગ સ્ટેશન, સ્પેર મશીનરી, ટેમ્પરરી પંપ, ટેમ્પરરી ડી.જી.સેટ સહીતની તેમજ પ્રિ-મોન્સુનની થયેલ કામગીરીનો રીવ્યુ પણ લેવામાં આવેલ હતો. સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાર્કર્સ એન્ડ ગાર્ડન વિભાગ, ફાયર બ્રિગેડ વિભાગ ધ્વારા શરૂ કરવામાં આવેલ ફ્લડ કન્ટ્રોલ રૂમ તથા અન્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી