વડોદરામાં આઈફોન માર્કેટમાં મોટા પાયે જીએસટીની ચોરી થઈ રહી છે છતાં સબંધિત વિભાગ દ્વારા તપાસ નહિ થતી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
વડોદરામાં મારવાન્સ મોબાઇલમાં રોજના લાખ્ખો માં વેચાઈ રહેલા આઇફોનમાં ધંધામાં જીએસટીની ચોરી થતી હોવાની ચર્ચા ઉઠી રહી છે. વડોદરામાં જીએસટી ચોરીનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
એટલુંજ નહિ પણ સેકન્ડ હેન્ડ આઈફોન મોબાઇલનું પણ મોટું માર્કેટ છે તેમાં માત્ર આઇડી લઇ મોબાઈલ નો ધંધો મોટાપાયે ચાલી રહ્યો હોવાની વ્યાપક વાત વચ્ચે અધિકારીઓ દ્વારા કેમ તપાસ નહી થતી હોય તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
વડોદરામાં મારવાન્સ મોબાઇલના મોટા ધંધામાં રોજના લાખ્ખો માં વેચાઈ રહેલા આઇફોનમાં ધંધામાં જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં નહિ આવતા અનેક અટકળો વહેતી થઈ છે. કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો મામલો હવે ચર્ચાસ્પદ બન્યો છે અને વડોદરામાં કેટલાક વેપારીઓ હવાલાથી ધંધો કરી રહયા છે.
વડોદરામાં ગ્રે માર્કેટમાંથી આઈફોન મોબાઇલ અને સ્માર્ટ વોચનો જથ્થો બિલ વગર જ ઉઠાવી અને બિલ વગર જ તેનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરવામાં આવતી હોવાની વાતો વચ્ચે આ આખા રેકેટમાં મોટા કાંડ થઈ રહયા હોવાનું કહેવાય છે.